નાનાપોંઢા ક્રિકેટ ટુર્નામેન્ટમાં 32 ટીમોની ટુર્નામેન્ટમાં નગર ગામની ટીમ ચેમ્પિયન બની.

    

નાનાપોંઢા ક્રિકેટ ટુર્નામેન્ટમાં 32 ટીમોની ટુર્નામેન્ટમાં નગર ગામની ટીમ ચેમ્પિયન બની.

  • ધારાસભ્ય જીતુ ચૌધરીના હસ્તે ચેમ્પિયન ટીમને રૂ.15,000નો પુરસ્કાર.
  • રનર્સ અપ માલનપાડા ટીમને રૂ.7,500નો પુરસ્કાર

 કપરાડા તાલુકાના નાનાપોંઢા સ્થિત જય બજરંગબલી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આદિવાસી કુકણા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કપરાડા તાલુકાના નગર ગામની ટીમ, ફાઇનલમાં માલનપાડા ટીમને હરાવી ચેમ્પિયન બની હતી. સમાજને એક સૂત્રતામાં બાંધી રાખવા અને દરેક ક્ષેત્રે સમાજને આગળ લાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે નાનાપોંઢા ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની કુલ 32 ટીમે ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચ નગર ઇલેવન અને માલનપાડા ઇલેવન વચ્ચે રમાઇ હતી. ભારે રસાકસી બાદ નગર ઇલેવન ટીમનો વિજય થયો હતો. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુ ચૌધરીના હસ્તે ચેમ્પિયન ટીમને રૂ.15,000નો અને રનર્સ અપ માલનપાડા ટીમને રૂ.7,500નો પુરસ્કાર અપાયો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







Post a Comment

0 Comments