નવસારી તાલુકા રમતોત્સવમાં મોલધરા પ્રાથમિક શાળાની કન્યા કિક્રેટ ટીમ સમગ્ર તાલુકામાં પ્રથમ.

      


નવસારી તાલુકા રમતોત્સવમાં મોલધરા પ્રાથમિક શાળાની કન્યા કિક્રેટ ટીમ સમગ્ર તાલુકામાં પ્રથમ.

  • સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં રોનક હર્ષદભાઈ રાઠોડ પ્રથમ .

  • ૧૦૦ મીટર દોડમાં શાળાનો શિક્ષક શ્રી પવનસિંગ અંબાલાલ ઠાકોર પ્રથમ.
  • રીનાબેન લાલસિંગ ગામીત (શિક્ષિકા) સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં પ્રથમ.


નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના 2872 બાળકોએ કેન્દ્ર કક્ષાએ ભાગ લઈ વિભાગ કક્ષાએ વિજેતા થયેલા 264 બાળકો તાલુકા કક્ષાએ  વિવિધ રમતોમાં સ્પર્ધક બની આવ્યા હતા. જેમાં વ્યક્તિગત રમત દોડ, દેડકાદોડ, લીંબુ ચમચી, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબીકૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંકે, સાઘિક રમતો ખો-ખો, કબડ્ડી, ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યુ હતું.

 જેમાં નવસારી તાલુકા રમતોત્સવમાં મોલધરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં રોનક હર્ષદભાઈ રાઠોડ પ્રથમ ક્રમાંક અને લાંબી કૂદમાં તૃતિય ક્રમાંક, લાંબી કુદમાં ધૃવી હર્ષદભાઈ રાઠોડ તૃતિય ક્રમાંક, ૬૦ મીટર દોડમાં તુષાર મહેશભાઈ રાઠોડ દ્વિતીય ક્રમાંક, ૧૦૦ મીટર દોડમાં શાળાના શિક્ષક શ્રી પવનસિંગ અંબાલાલ ઠાકોર પ્રથમ ક્રમાંક અને ગોળા ફેંકમાં દ્વિતીય ક્રમાંક, રીનાબેન લાલસિંગ ગામીત (શિક્ષિકા) સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં  પ્રથમ  અને ૧૦૦ મીટર દોડમાં  પ્રોત્સાહન. જ્યારે સમગ્ર નવસારી તાલુકામાં કન્યા ક્રિકેટ ટીમે પ્રથમ ક્રમાંક મેળવી બાજી મારી હતી.
 
કન્યા ક્રિકેટ ટીમને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરૂણકુમાર અગ્રવાલ સાહેબ દ્વારા ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.તેમજ નવસારી જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર પટેલ, જિલ્લા સંઘના મહામંત્રી હેમંતસિંહ ચૌહાણ, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિશાલસિંહ રાઠોડ અને નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી રાજેશભાઈ ચૌધરી અને નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી  વિજયભાઈ પટેલ દ્વારા શાળા અને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.




 


Post a Comment

0 Comments