સુરતના મહુવા તાલુકાના વસરાઇમાં રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરાઇ.

                  

 સુરતના મહુવા તાલુકાના વસરાઇમાં રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી  કરાઇ.

૧૩-૧ -૨૦૨૪ શનિવારના દિને સુરત જિલ્લાના વસરાઇ તા.મહુવા મુકામે દ્વિતિય આદિવાસી સાંસ્કૃતિક વારસાનાં નૃત્યોની ઝલક દ્વારા કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પચાસ હજારથી વધારે માણસોની હાજરીએ યોજાયેલ કાર્યક્રમમાં આસામ -લેહ લદાખ - છત્તીસગઢ - રાજસ્થાન- મહારાષ્ટ્ - મધ્યપ્રદેશ -તેલંગાણા - ગુજરાતની શ્રેષ્ઠ ટીમોએ ભાગ લીધો હતો. 


પારંપરીક વસ્ત્રો પરિધાન વાદ્યો અને ટ્રેડીશનલ નૃત્યો એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. દેશભરના ટ્રાઇબલો ની સ્થિતિ અને સામુદાઇક સ્વાવલંબન થીમ પર યોજાએલ કાર્યક્રમ માં રાજસ્થાન દિલ્હી પશ્ચિમ બંગાળા ઓરિસ્સા તેલંગાના મધ્યપ્રદેશ જેવા ૧૪ રાજ્યોના પ્રતિનિધિમંડળો વચ્ચેનો સંવાદ અને વકતવ્યો દ્વારા સંસ્કૃતિક  આદાનપ્રદાન  દ્વારા આદિમ જીવનમૂલ્યો  કેન્દ્રમાં આખો કાર્યક્રમ આદિવાસીઓનાં શાંત અલગ અને સંઘર્ષપૂર્ણજીવન સાથે જીવન વિતાવે છે. અને ભવિષ્યનાં પડકારો આ વિષય સંવાદસાથે કાર્યક્રમપૂર્ણ થયો હતો. કાર્યક્રમનાં સ્થળે એકદિવસ માટે માત્ર ટ્રેડીશનલ ખાવાનું એ ભારે આકર્ષણ જમાવ્યું હતું.


આ ખાવાનું સાદુ તેલ અને મસાલાના ઓછાં ઉપયોગથી બનતાં વ્યંજનો આજે ભૂલાઈ રહ્યાં છે. ત્યારે નવી પેઢી એનાંથી અવગત થાય આ હેતુથી ટ્રેડીશન વ્યંજન વિશેષ આકર્ષણ રહ્યું હતું. બહારના રાજ્યોની ટીમ ગુજરાતનાં લોકોની મહેનતથી વિશેષ પ્રભાવિત છે. અહીં ગોળ ઉદ્યોગ પાપડ ઉદ્યોગ નર્સરી ઉદ્યોગ પ્રાકૃતિક ખેતી અને ઓછી જમીનમાં વધુ ખેત ઉત્પાદન થાય છે. આવા ગ્રુહ ઉદ્યોગો અને લધુ ઉદ્યોગો ની દસ દિવસ મુલાકાત લઈ સાંસ્કૃતિક અને ગુજરાતનાં ટ્રાઈબલનો આર્થિક વિકાસનું આદાનપ્રદાન આ કાર્યક્રમની વિશેષ ફલશ્રુતિ બની હતી.




           આ પ્રસંગે દ.ગુજરાતમાંથી યુવાનો,બહેનો, વડીલો,બાળકો, રાજકીય, સામાજીક-સહકારી આગેવાનો સહુસમાજજનો ઉપસ્થિત રહ્યા અને સામાજીક દાયિત્વ  નિભાવ્યું તે માટે સૌનો મહુવા આદિવાસી પંચ હ્દયપૂર્વક આભાર માને છે.

Post a Comment

0 Comments