ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી.

                      

ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ઉનાઇ મંદિરે માતાજી સમક્ષ શીશ ઝૂકાવી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી.

(નવસારી : ગુરુવાર ) મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ  નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી રાજ્યના વન વિભાગ રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવના અવસરે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને માતાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. 


અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ આ અભિયાનરૂપે ઉનાઈ માતા મંદિર પરિસરની સાફ-સફાઈ કરી હતી. તેમણે ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.


Post a Comment

0 Comments