Valsad (Dharampur):ધરમપુર તાલુકાના મામાભાચા ગામે યંગસ્ટાર ઇલેવન અને કુળ પરિવાર દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-૮નું આયોજન કરાયું.

            

Valsad (Dharampur):ધરમપુર તાલુકાના મામાભાચા ગામે યંગસ્ટાર ઇલેવન અને કુળ પરિવાર દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-૮નું આયોજન કરાયું.

તા.30/01/2024 એ ધરમપુર તાલુકાના મામાભાચા ગામે યંગસ્ટાર ઇલેવન મામાભાચા કુળ કુટુંબ પરિવાર દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-8 નું આયોજન રમતું ભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું અને આજરોજ ફાઇનલ મેચ રમવા પહેલા રાષ્ટ્રીય ગીત ગાઈને ફાઇનલ મેચ  રમવાની શરૂઆત કરવામાં આવી અને આયોજક મિત્રોને ભારતીય સંવિધાન (ભારત દેશનું બંધારણ)ની બુક આપવામાં આવી.

જેમાં આદિવાસી સમાજના ચૌધરી,ગાંવીત,બાગુલ, ખરપડે,ભેંસરા, દેશમુખ,માલધર્યા, કાંનાત, કનુજા, ભગરિયા, વાઘેરા,સાહરે,માંઢા,મોકાસી,ખાસિયા,ભોયા,વારડે, થોરાટ, વાઘમારે,ખાડમ,ગવળી,ધૂમ,જોગારી, પીઠે, પઢેર, શેવરે, ગાયકવાડ, માંહલા, પવાર, ઠાકરે, બારિયા, મોર્યા, પાડવી, ગાડર, જાદવ,ગાગોડા કુળ કુટુંબ પરિવારની 36 ટીમોએ ભાગ લીધો હતો.

જ્યાં ફાઇનલ મેચમાં ટીમ વિજેતા ગવળી પરિવાર રહી હતી અને જેને રોકડ ઇનામ 40,000/- ચાલીસ હજાર અને ટ્રોફી આપવામાં આવી હતી,અને રનર્સ અપ તરીકે માંઢા પરિવાર રહી હતી જેને રોકડ ઇનામ 20,000/- વીસ હજાર  અને ટ્રોફી આપવામાં આવી હતી જ્યાં મામાભાચા ગામના સરપંચશ્રી રમણ પાટીલ, ખાસ હાજર રહ્યા હતા અને આયોજક મિત્રો રમતુંભાઈ અને એમની  સમગ્ર ટીમ દ્વારા ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલનું બહુમાન કર્યું. તે બદલ તેઓ આયોજક મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે.


Post a Comment

0 Comments