Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

              

Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

વાંસદા તાલુકાના સીંગાડ ગામની પ્રાથમિક શાળામાં સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષપદે વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક કાર્યકર રમણભાઈ એલ. પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. નવીનભાઈ એસ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અતિથિઓમાં પ્રમુખ વાંસદા તાલુકા પંચાયત દીપ્તિબેન પી. પટેલ, ઉપપ્રમુખ વાંસદા તાલુકા પંચાયત માધુભાઈ વી. પટેલ, કારોબારી અધ્યક્ષ વાંસદા તાલુકા પંચાયત તરુણભાઇ બી. ગાંવિત, ઉપપ્રમુખ ગ્રામ સેવામંડળ વિજયભાઈ માહલા, વાંસદા તાલુકાના સક્રિય આગેવાન રાકેશભાઈ શર્માનો સમાવેશ થતો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સીંગાડ ગામના સરપંચ ઉમાબેન વી. પટેલ, આગેવાનો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ અશ્વિનભાઇ પી. પટેલ, ગામના સામાજિક આગેવાન વિજયભાઈ આર. પટેલ, શાળાના આચાર્ય અને શાળા પરિવાર, એસ. એમ.સી.ના સભ્યો તથા શાળાના તમામ હિતેચ્છુઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમનાં આમંત્રણ  અને પૂર્વ તૈયારી રૂપે બાળકો દ્વારા તૈયાર કરાયેલ અદ્યતન વિડિયો.

Post a Comment

0 Comments