Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' અને સમૂહભોજન કાર્યક્રમ ઉજવાયો.

                             

Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' અને સમૂહભોજન કાર્યક્રમ ઉજવાયો.

તારીખ : ૦૧-૦૩-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' અને સમુભોજન કાર્યક્રમ ઉજવાયો હતો.  આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં  બાલવાટિકા અને ધોરણ ૧થી૮નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, કોથળા કૂદ, દોરડાં ખેંચ અને બિસ્કીટ પકડ જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. સમૂહભોજનમાં બાળકોને પાઉંભાજી અને પુલાવ કઢી પીરસાયું હતું.

વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.



Post a Comment

0 Comments