ખેરગામનું ગૌરવ : ખેરગામનાં ફેમસ રમેશ સ્ટુડિયોનાં ફોટોગ્રાફર પરિમલ પટેલને બેસ્ટ ફોટોગ્રાફરનાં એવોર્ડથી સન્માનિત.

ખેરગામનું ગૌરવ : ખેરગામનાં ફેમસ રમેશ સ્ટુડિયોનાં ફોટોગ્રાફર પરિમલ પટેલને બેસ્ટ ફોટોગ્રાફરનાં એવોર્ડથી સન્માનિત.


ગાંધીનગર ખાતે યોજાયેલ એક ફોટોગ્રાફર ઇવેન્ટમાં ખેરગામનાં ફેમસ રમેશ સ્ટુડિયોનાં ફોટોગ્રાફર પરિમલ પટેલને બેસ્ટ ફોટોગ્રાફરનાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીમાં નિષ્ણાંત છે. ખેરગામ તાલુકામાં જાહેર કાર્યક્રમો, શૈક્ષણિક કાર્યક્રમો, ધાર્મિક પ્રસંગો, રાજકીય કાર્યક્રમ કે રેલીનું આયોજન હોય ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફિ માટે  તેમને અચૂક આમંત્રણ આપવામાં આવે છે. વિડિયો કે ફોટોગ્રાફીનું editing પોતે જ કરે છે. ફોટોગ્રાફી, વિડિયો શૂટિંગ અને તેના edting માટે તેમણે એડવાન્સ શિક્ષણ મેળવેલ છે. તેમને મળેલ એવોર્ડથી ખેરગામવાસીઓ અને તેમના મિત્રમંડળ વર્તુળમાં ખુશીનું મોજું ફરી વળ્યું.

Post a Comment

0 Comments