નર્મદા જિલ્લાના આગજની બનાવમાં નુકશાન પામેલા ઘરોની મદદે આવ્યું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ અને સમસ્ત આદિવાસી સમાજ.

            


નર્મદા જિલ્લાના આગજની બનાવમાં નુકશાન પામેલા ઘરોની મદદે  આવ્યું સંકલ્પ એજ્યુકેશન  ગ્રુપ અને સમસ્ત આદિવાસી સમાજ. 

થોડા દિવસ અગાઉ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા નવાપુરા ગામના 12 જેટલાં ઘરોને આગજનીમાં વ્યાપક નુકસાન થયેલ જેનો વિડિઓ સોસીયલ મીડિયામા વાયરલ થતાં રાજપીપળાના સેવાભાવી શિક્ષક મિનેશ પટેલે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ઉકાઈના એન્જીનીયર ગૌરાંગ પટેલને તેમજ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકોને જાણ કરતા બધાએ ભેગા મળીને અનાજ,કપડાં,વાસણ,નોટબુક, ગોદડા સહિતની ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ ભરીને 9 જેટલાં ગરીબ પરિવારોમાં ખુશીઓનો માહોલ ઉભો કર્યો હતો.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે સ્થળ પર આવીને જોતા ખુબ જ કરૂણ પરિસ્થિતિ જોવા મળી અને સરપંચને મળીને તંત્ર સાથે તાલમેલ જાળવી શક્ય એટલી ઝડપે લાચાર પરિવારોને જલ્દીથી સહાય મળી રહે એવી માંગ કરી છે. 

તેમજ નર્મદા નદીમાં આવેલા પુરમાં તબાહ થયેલા 30 જેટલાં પરિવારોને 15-20 દિવસ ભોજન મળી રહે એટલી સહાય આપીશું.

મિનેષ પટેલ તેમજ ગૌરાંગ પટેલે સમાજના સરકારી નોકરી કરતા અને ધંધામાં સારુ કમાતા લોકોને દર મહિને શિક્ષણ અને આવી ઇમરજન્સી પરિસ્થિતિમા મદદરૂપ થવાય એ માટે નાનકડી ધનરાશી સમાજના કામોમાં આપતાં રહેવાનો અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે સંદીપભાઈ, કૌશિકભાઈ, બિપીનભાઈ, અરવિંદભઈ, મુકેશભાઈ, જીગર, કલમભાઈ, પંકજભાઈ, રમણભાઈ, કલ્પનાભાઈ, વિજયભાઈ, જયમીન, મયુર, સ્નેહલબેન, પિન્કીબેન મીનાબેન સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.









Post a Comment

0 Comments