નવસારી સમસ્ત આદિવાસી સમાજ ટીમ અને સંકલ્પ એજ્યુકેશન ગૃપ ના સયુંકત ઉપક્રમે નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત કુટુંબોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું.

      


નવસારી સમસ્ત આદિવાસી સમાજ ટીમ અને સંકલ્પ એજ્યુકેશન ગૃપ ના સયુંકત ઉપક્રમે નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત કુટુંબોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું. 

 નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી પ્રમુખ ડૉ.નિરવ પટેલ કે જેઓ વ્યવસાયે તબીબ હોવાં છતાં સમાજસેવા સાથે જોડાયેલા છે. અને જ્યારે જ્યારે આદિવાસી સમાજ કે અન્ય સમાજ પર આવેલી મુશ્કેલીઓ કે દુઃખમાં ભાગીદાર થઈ મદદ કરતાં રહે છે. "માનવ સેવા એજ પ્રભુ સેવા" નું સૂત્રને જીવનમાં વણી લીધું હોવાનું પ્રતીત થાય છે. નવસારી જિલ્લાના વતની અને નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી મિનેશભાઇ પટેલ કે જેઓ શિક્ષણની સાથે સાથે સમાજસેવા સાથે પણ જોડાયેલા છે. જેમણે સંકલ્પ એજ્યુકેશન ગૃપની રચના કરી છે. જેમાં સેવાભાવી કર્મચારીઓ જોડાયેલા છે. 

 આ નવસારી સમસ્ત આદિવાસી ટીમ અને સંકલ્પ એજ્યુકેશન ગૃપના સયુંક્ત ઉપક્રમે આ કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં ડૉ. નિરવ પટેલ પોતાની વ્યસ્તતાના કારણે હાજર રહી શક્યા નહોતા. પરંતુ સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત કુટુંબોની મુલાકાત લેવામાં એવી હતી. જેમાં સૌપ્રથમ નર્મદા જિલ્લાના પિપરિયા ગામના વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ૫૦ જેટલા અનાથ વૃદ્ધોને રાશન કિટનું વિતરણ અને આજ આશ્રમમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટનું  વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નર્મદા નદી કિનારે આવેલું વાંગણ ગામની મુલાકાત લઈ ૬ ઘરોને નુકશાન થયેલ જેમને રાશન કીટ અને ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  મિનેષભાઈ પટેલે ટેલીફોનીક વાતચીત દ્વારા આ કાર્યક્રમની જાણ કરવામાં આવી હતી.



Post a Comment

0 Comments