વલસાડમાં ૪ સ્થળે સામૂહિક સૂર્ય નમસ્કાર થયા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તિથલ બીચનો કાર્યક્રમ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો.

     


વલસાડમાં ૪ સ્થળે સામૂહિક સૂર્ય નમસ્કાર થયા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તિથલ બીચનો કાર્યક્રમ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને તિથલ બીચ ખાતે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમો યોજાયા 

 વાપીમાં સાંસદ ડો. કે.સી.પટેલ અને નારગોલમાં ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયા. 

નવા વર્ષની સવારનું સૂર્ય નમસ્કાર સાથે ઉષ્માભેર વલસાડવાસીઓએ સ્વાગત કર્યુ.


       ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત વલસાડ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વર્ષ ૨૦૨૪ના નવા વર્ષે તા. ૧ જાન્યુ.ના રોજ સામૂહિક “સૂર્ય નમસ્કાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. 


વલસાડના મોગરાવાડી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૬૫૦ લોકોએ ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તિથલ બીચ ખાતે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૯ લોકોએ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ બંને સ્થળે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી માટેના યોજાયેલા કાર્યક્રમોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધણીની પ્રક્રિયામાં પ્રતિનિધિઓ નિર્મલ બારોટ અને શ્રેયા પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. 


      આ સિવાય વાપીની આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે સાંસદશ્રી ડો.કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને ૧૦૩ લોકોએ અને ઉમરગામ તાલુકાના નારગોલ બીચ ખાતે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને ૨૬૦ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જિલ્લામાં ૧૧૨૨ લોકોએ ભાગ લઈ નવા વર્ષની સવારનું સૂર્ય નમસ્કાર સાથે ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. 


રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા. ૦૧/૦૧/૨૦૨૪ ના રોજ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા ખાતે વિજેતા સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નવા વર્ષના પ્રથમ દિવસે સૂર્યના પ્રથમ કિરણ સાથે ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરતાં અંદાજે ૨૫૦૦ લોકોની ઉપસ્થિતિમાં ૧૧ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના દરેક જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકાઓ સહિત અન્ય પ્રતિષ્ઠિત જગ્યાઓ મળી કુલ ૧૦૮ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.





બોક્ષ મેટર 

સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં વલસાડ જિલ્લો રાજ્યમાં વલસાડ જિલ્લો બીજા ક્રમે 

કુલ નોંધણી

 ૬૯૭૦૪

વ્યકિતગત નોંધણી

 ૧૪૧૮૬

સંસ્થાકીય નોંધણી

 ૫૫૫૧૮

૦૯-૧૮ વર્ષ ગૃપ

 ૬૨૧૩૦

૧૮-૪૦ વર્ષ ગૃપ

 ૪૮૬૦

૪૧ વર્ષથી વધુ

 ૨૬૨૫

સ્રોત : માહિતી બ્યુરો: વલસાડ તા.૦૧ જાન્યુઆરી 

Post a Comment

0 Comments