ગણદેવી તાલુકા શિક્ષક સંઘ દ્વારા યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નું આયોજન કરવામાં આવ્યું.
અમલસાડના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગણદેવી તાલુકાના શિક્ષકો માટે ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યુનિટી કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણદેવી તાલુકાના કુલ 45 શિક્ષકોએ ભાગ લીધો હતો કુલ ત્રણ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી અને અંતે ફાઇનલ મેચ જીતનારને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી સમગ્ર આયોજન તાલુકા સંઘના પ્રમુખ કલ્પેશ ટંડેલ અને મહામંત્રી સતીશ આહીર તથા ભૂપેન ખલાસી અને રજનીકાંત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંઘના પ્રમુખ દિલીપભાઈ પટેલ ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન અજુવેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
0 Comments